શ્વાસ વાટે બહારની હવા લેવાનું કામ કરતું આપણા નાકની અંદરની સપાટી ઉપર સુક્ષ્મ રુંવાટી હોય છે કે જેથી બહારથી આવતી હવામાં રહેલા રજકણરૂપી અશુધ્ધઓ ગળાઈ જાય અને ફેફસામાં જાય નહીં, શ્વાસમાં ક્યારેક ત્રીવ્રગંધ, પ્રવાહી કે મોટી રજકણ જાય ત્યારે આ રૂવાટીમાં સળવળાટ થઈ તે વસ્તુંને તાત્કાલિક બહાર ધકેલી દેવા માટે છીંક આવે છે, આમ છીંક એ આપણાં આરોગ્યનું રક્ષણ કરતી ક્રિયા છે. ક્યારેક શરદીને કારણે વારંવાર છીંકો આવે છે તેનું કારણ પણ નાકમાંથી અનીચ્છ્નીય દ્રવ્યો બહાર ધકેલવાનું છે. છીંક ખાધા પછી શ્વાસનમાર્ગ ખુલ્લો થઈ સરળતાથી શ્વાસ લઈ શકાય.
Sunday, 29 June 2014
છીંક શા માટે આવે?
08:22
No comments

હઝાર રૂપિયા
08:18
No comments
એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો વારો આવ્યો પણ રાજા ઉંમરમાં મોટો હોય તેને નહી જે વિચારમાં અને આચારમાં મોટો હોય એને ગાદી સોંપવા માંગતા હતા. એક દિવસ રાજાએ આ બંને કુંવરને બોલાવ્યા અને કહ્યુ કે જો હું તમને એક કામ સોંપુ છું. હું તમને બંને ને 1000 રૂપિયા આપીશ. તમારે એ 1000 રૂપિયામાંથી જે ખરીદવું હોય તે ખરીદવાની છુટ પણ તમને બંનેને એક સરખા રૂમ આપીશ એ રૂમ જે ખરીદો એનાથી પુરેપુરા ભરાઇ જવા જોઇએ.હું આવતા અઠવાડીયે તમને મળીશ.
એક અઠવાડીયા બાદ રાજાએ બંને કુંવરને ફરીથી બોલાવ્યા અને પુછ્યુ કે મેં તમને અઠવાડીયા પહેલા જે કામ સોંપ્યું હતું તે પુરુ થઇ ગયુ ? બંને એ હસતા હસતા કહ્યુ , " હા , પિતાજી" રાજાએ તુરંત જ પ્રધાનને આજ્ઞા કરી કે પ્રધાનજી ચાલો આપણે આ બંને કુંવરોને સાથે લઇને એમણે જે વસ્તુંઓથી રૂમ ભર્યા છે તે જોવા માટે જઇએ.
સૌથી પહેલા મોટા કુંવરને આપેલ રૂમ પાસે ગયા. રૂમની બહાર ઉભા રહીને રાજાએ મોટા કુંવરને પુછ્યુ કે બેટા રૂમ આખે આખો ભરેલો છે ને ? કુંવરે ખુમારી સાથી હા પાડી એટલે રૂમને ઉઘાડવામાં આવ્યો. આખો રૂમ કચરાથી ભરેલો હતો અને ખુબ જ દુર્ગંધ આવતી હતી રાજા અને બીજા તમામ તુરંત જ ત્યાથી રવાના થઇ ગયા અને રાજાએ ખિજાઇને પુછ્યુ કે આવા ગંદા કચરાથી રૂમ ભરાય ? તો સામે કુંવરે પણ જડબાતોડ જવાબ આપતા કહ્યુ કે 1000 રૂપિયામાં આખો રૂમ ભરી આપવાનો કહો તો પછી આવી જ વસ્તું આવે ને !!!!
રાજા નાના કુંવરના રૂમ પાસે ગયા અને રૂમ ઉઘાડતા પહેલા રાજાએ પુછ્યુ કે બેટા તેં પણ રૂમ આખે આખો ભર્યો છે ને ? કુંવરે હા પાડી એટલે રાજાએ કહ્યુ કે બેટા મોટાભાઇ જેવું તો નથી કર્યુ ને ? નાના કુંવરે જવાબ આપતા કહ્યુ કે પિતાજી મેં મારાથી બનતા તમામ પ્રયાસ કર્યા છે મને આશા છે આપને ચોક્ક્સ ગમશે.
રૂમ ખોલવામાં આવ્યો તો રૂમમાં સુંદર નાના દિવાઓ કરેલા હતા અને અગરબતી પ્રગટાવેલી હતી. અગરબતીની સુગંધથી અને દિપકના પ્રકાશથી આખો રૂમ ભરાયેલો હતો. રાજા નાના કુંવરને ભેટી જ પડ્યો અને પોતાનો વારસ બનાવ્યો.
પરમાત્માએ આપણને પણ આયુષ્યરૂપી 1000 રૂપિયા આપીને આ જીવતરના ઓરડાને પુરે પુરો ભરવા માટે મોકલ્યા છે. હવે ઓરડાને નાશ પામે એવા રૂપિયા-પૈસાથી ભરવો છે કે ક્યારેય નાશ ન પામે એવી સેવાની સુવાસથી ભરવો છે એ આપણે જ નક્કિ કરવાનું છે!!!!!!!!!!!!!
ઉંટના અઢાર અંગ વાંકા
08:10
No comments
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
- કવિ દલપતરામ
Saturday, 28 June 2014
કીડી વિશે થોડી વાત
05:40
No comments
૧,કીડી પૃથ્વી ઉપરનું ખૂબજ પુરાતન કિટક છે. ડાયનાસૉરના કાળામાં પણ પૃથ્વી પર કીડીઓ હતી.
૨,કીડીની હજાર કરતાંય વધુ જાત જોવા મળે છે.
૩,કીડીને ગરમ વાતાવરણ અનુકૂળ આવે છે.
૪,કીડીઓ વસાહત બનાવીને રહે છે. એક વસાહતમાં લાખો કીડી રહે છે.
૫,કીડીઓની વસાહતમાં એક રાણી કીડી અને બીજી ખોરાક શોધી લાવનાર મજુર કીડીઓ હોય છે.
૬,રાણી કીડી માત્ર ઈંડા મુકવાનું કામ કરેછે.
૭,કીડીઓ પોતાના રસ્તા પર ખાસ પ્રકારની ગંધ છોડતી જાયછે,તેથી અન્ય કીડીઓ એ ગંધથી રસ્તો શોધે છે.
૮, આર્મિએન્ટ નામની કીડી અંધ હોયછે, તેનો ડ્ંખ ઝેરી હોયછે.
૯,કીડી ખૂબજ શીસ્તબધ્ધ હોય છે, ખોરાક એકઠી કરતી વખતે કીડી તે ખોરાક ખાતી નથી

વાંદરો અને મગર
05:11
No comments
એક સરોવરના કાંઠે મીઠાં બોરનું ઝાડ હતું તેના પર બેસીને વાંદરાભાઈ રોજ
મીઠાં બોર ખાતા હતાં. વાંદરો અને મગર બન્ને દોસ્ત બની ગયાં.વાંદરો મગરને
પણા બોર ખાવા માટે વાપરતો.બોર ખાઈને મગરે વિચાર્યુ કે રોજ મીઠાં બોર ખાઈને
વાંદરાનું કલેજુ કેટલું મીઠું બની ગયું હશે! મોકો મળેતો વાંદરાનું કલેજુ
ખાઈ જવું જોઈ એ.
બીજે દિવસે મગરે બાંદરાને કહ્યું.”વાંદરાભાઈ! આજે મારો
હેપી-બર્થડે છે! તેથી તમારે મારે ઘેર જમવા આવવાનું છે.વાંદરો ઝાડ પરથી નીચે
આવ્યો અને મગરની પીઠ પર બેસી ગયો.”ચાલો , મગરભાઈ તમારે ઘેર”.મગર પાણીમાં
સડસડાટ ચાલવા લાગ્યો. “વાંદરાભાઈ! તમે મને જન્મદિવસની શું ગિફ્ટ આપશો? મગર
સરોવરની વચ્ચે જઈને ઉભો રહ્યો અને બોલ્યો..”વાંદરાભાઈ મારે તમારું કલેજું
ખાવું છે, રોજ મીઠાં બોર ખાઈને તમારું કલેજું કેટલું મીઠું થઈ ગયું હશે.”
વાંદરાભાઈ બરાબર ફસાઈ ગયા હતાં. તો વાત એમ છે, મગરના મનમાં પાપ છે! હવે
અહીં સરોવરની વચ્ચે હું ક્યાં જાવ? વાંદરાભાઈ એ બુધ્ધી વાપરી.. બોલ્યો..”
અરે! મગરભાઈ! તમારે પહેલાં કહેવું જોઈને, કલેજુતો હું ઝાડ ઉપર રાખીને આવ્યો
છું, ચાલો પાછા જઈને લઈ આવીએ.” એમ છે તો ચાલો પાછા જઈએ..જેવો મગર વાંદરાને
કિનારે લઈ આવ્યો કે તરત વાંદરો કૂદકો મારી ઝાડા ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી
વાંદરો બોલ્યો..” અરે! દૂષ્ટ મગર! મેં તને રોજ મીઠાં બોર ખવડાવ્યા અને તું
મને જ ખાઈ જવાનો વિચાર કરતો હતો! જા! તારી આ નઠારી દોસ્તી તારી પાસ અને
હવેથી બોર પણ તને કદી નહીં આપું!!!
Thursday, 26 June 2014
ભોળું ઊંટ ને લુચ્ચું શિયાળ
23:02
No comments
એક ઊંટ રસ્તો ભટકીને ફરતું ફરતું જંગલમાં આવી ગયું. આ જંગલમાં એક સિંહ રહે. તેની સેવામાં કાગડો, દીપડો ને શિયાળ હંમેશાં હાજર જ હોય. ઊંટ ત્યાં આવ્યું એટલે સિંહને દયા આવી ને તેને પણ પોતાની પાસે રાખી લીધું. સિંહને ઊંટ ખૂબ વહાલું થઈ ગયું.
હવે એક વાર થયું એવું કે સિંહ ક્યાંકથી ઘવાયો. તે બહાર જઈ શકતો નહીં, આથી કાગડો, દીપડો ને શિયાળ તેને માટે ખોરાક શોધી લાવ્યાં. બે-ચાર દિવસ થયા કે સૌ કંટાળ્યાં. એક દિવસ કોઈ જ શિકાર ન મળ્યો. ત્રણેય જણાં વિચારવા લાગ્યાં કે હવે શું કરવું? શિયાળ કહે,’ આ ઊંટને જ મારી નાખીએ તો?’ એટલે કાગડો અને દીપડો કહે,’અરે! એ તો રાજાનું માનીતું છે. તેને કેવી રીતે મારી શકાય?’ શિયાળ કહે,’જુઓ, હું તમને એક આઇડિયા આપું છું. હું કહું તેમ કરવાનું. એટલે સાપ પણ મરશે અને લાકડી પણ નહીં તૂટે.’શિયાળે બંનેને વાત કરી. બંને જણાં તેની વાત પર રાજી થઈ ગયા. થોડી વાર રહીને ઊંટ પાસે ગયા.
શિયાળે ઊંટને કહ્યું કે માલિકની તબિયત સારી નથી. તેમને ભૂખ લાગી છે. અમે ત્રણેય જણાં તેમની પાસે જઈએ છીએ તારે આવવું હોય તો ચાલ. ઊંટ તેમની સાથે જવા તૈયાર થઈ ગયું. ચારેય જણાં સિંહ પાસે પહોંચ્યાં. સૌથી પહેલાં કાગડાએ કહ્યું કે, માલિક તમે ભૂખ્યા છો તો મારો શિકાર કરો. આ સાંભળી તરત શિયાળે કહ્યું કે, ના ના તું તો કેટલો નાનો છે. તારો શિકાર કરે તોય માલિકનું પેટ ન ભરાય. માલિક મારો શિકાર કરો. શિયાળની વાત સાંભળી દીપડો બોલ્યો, અરે, તુંય ક્યાં જાડુંપાડું છે? સ્વામી તને ખાય તો પણ તેમનું પેટ ન ભરાય. તમે મારો શિકાર કરો.’ આ વાત સાંભળીને ઊંટ વિચારવા લાગ્યું કે, સિંહે મને આશરો આપ્યો છે. મારે પણ તેમની આગળ મારી જાત રજૂ કરવી જોઈએ અને આમેય એમણે ક્યાં આ ત્રણનો શિકાર કર્યો છે તો મારો કરશે? કહેવામાં જાય છે શું?આમ વિચારીને ઊંટે કહ્યું,’ રાજા, તમે મને આશ્રય આપ્યો છે. તમારો ઉપકાર છે મારા પર. તમે મારો શિકાર કરો.’ હજુ સિંહ કશું કહે એ પહેલાં જ શિયાળે તરત બરાબર છે એમ કહીને તેના પર તરાપ મારી અને ઊંટનો શિકાર કરી લીધો.
વાર્તાનો બોધ એ છે મિત્રો, કે ક્યારેય બીજાની વાતોમાં હામાં હા ન મેળવવી જોઈએ. આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સાચો નિર્ણય લેવો જોઈએ અને બોલતાં પહેલાં વિચારવું જોઈએ.
પ્રાણીઓ વિશે અજબ-ગજબની વાતો
12:36
No comments
- ઓસ્ટ્રેલીયામાં માણસો કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે.
- જિરાફએ વિશ્વનું ઉચામાં ઉચું પ્રાણી ગણાય છે.
દલો તરવાડી
12:27
No comments
એક હતો તરવાડી. એનું નામ હતું દલો.
દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !
જળની મિઠાસ
01:52
No comments
ગરમીના દિવસોમાં એક શિષ્ય પોતાના ગુરૂ પાસેથી અઠવાડિયાની રજા લઈને પોતાના
ગામ જઈ રહ્યો હતા. ત્યારે ગામ પગે ચાલીને જવું પડતું હતું. જતાં- જતાં
તેને એક કુવો દેખાયો.
Tuesday, 24 June 2014
નોલેજ : શુ તમે જાણો છો જાનવરોમાં સૌથી ભાવુક કોણ હોય છે ?
03:25
No comments
મોટાભાગે આપણે આપણા સગા સંબંધીઓને મળીએ છીએ કે તેમનાથી દૂર જઈએ છીએ તો આપણે ભાવુ ક થઈ જઈએ છીએ. જો કોઈ મિત્ર ઘણા દિવસો પછી મળે તો આપણે તેને ભેટી પડીએ છીએ. પણ જો કોઈ આપણાથી દૂર જઈ રહ્યુ હોય તો આપણી રડીએ છીએ, વિલાપ કરીએ છીએ.
પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે જાનવરોમાં ભાવુકતા જોવા મળે છે કે નહી ? શુ કૂતરા બિલ્લી પણ ભાવનાઓમાં વહે છે ? મોટા હાથીથી લઈને નાનકડી કીડી પણ શુ ભાવુક હોય છે ? તાજેતરમાં જ અમેરિકાના વિલિયમ એંડ મેરી કોલેજમાં માનવ વિજ્ઞાનની પ્રોફેસર, બારબરા જે કિંગે આ વિષય પર અભ્યાસ કર્યો. જેનો ઉલ્લેખ તેણે પોતાના નવા પુસ્તક 'હાઉ એનીમલ્સ ગ્રીવ'માં કર્યો છે. બારબરા મુજબ આમ તો બધા જાનવરોમાં ભાવુકતા હોય છે. પણ વિશાળકાય હાથી દુ:ખ વ્યક્ત કરનારા જાનવરોમાં સૌથી વધુ ભાવુક હોય છે.
જ્યારે એક હાથીની લાશને રેતીમાં છોડવામાં આવ્યુ તો હાથીઓના પાંચ જુદા જુદા પરિવાર એ હાથીની લાશ પાસે આવ્યા અને તેમણે જુદી જુદી રીતે પોતાની ભાવનાઓને વ્યક્ત કરી. કોઈએ હાથીની લાશની ચારે બાજુ ફરીને, તો કોઈએ મરેલા હાથીના હાડકાં પોતાની સૂંઢ પર ઉઠાવીને દુ:ખ વ્યક્ત કર્યુ. બારબરાના મુજબ તેણે બે એવી બિલાડીઓનો પણ અભ્યાસ કર્યો જે બહેનો હતી અને એકના મરી જતા બીજી લાંબા સમય સુધી તેની લાશ પાસે બેસી રહી, જો કે એ નથી માનતી કે જાનવરો પણ માણસોની જેમ જ શોક પ્રગટ કરે છે